What is Child Dentistry?
તમારા બાળકના દાંત શું ખરેખર સ્વથ્ય છે?
એક એવી ખોટી માન્યતા છે, કે બાળકના દૂધિયા દાંતમાં જો તકલીફ હોય, તો તેમાં સારવાર કરવાની જરૂર નથી, કારણ કે તે તો પછીથી પડી જવાના છે ને... પરંતુ મોટા ભાગના લોકો એ વાતથી અજાણ છે, કે દુધિયા દાંત પણ કાયમી દાંત જેટલા જ મહત્વના છે.
જો દૂધિયા દાંતમાં કોઈપણ પ્રકારનો સડો થાય, અને તેની કોઇ સારવાર લેવામાં ન આવે, તો તે સડો કે ચેપ અંદર ઊગી રહેલા કાયમી દાંત માં પણ લાગી શકે છે.
જો દુધિયા દાંતને એના સમય કરતા વહેલો કાઢી નાખવામાં આવે, તો જડબાના વિકાસ પર પણ માઠી અસર થઈ શકે છે. દાંતનું મુખ્ય કામ, જડબાના વિકાસ દરમ્યાન, પછીથી નવા આવનારા કાયમી દાંત માટેના Space Manitainer તરીકેનું છે.
વળી, સડેલા કે દેખાવે કદરૂપા દુધિયા દાંત, બાળકના માનસિક વિકાસમાં પણ ખરાબ સાબિત થઈ શકે છે.
આમ, બાળકના દૂધિયા દાંત પણ કાયમી દાંત જેટલા જ સ્વસ્થ રહે. તે અતિ જરૂરી છે.
Our Speciality
Treatments we offer for Children







